Featured Post

લાઈવ કોરોના કેસ અને મરણ ના આંકડા

 લાઈવ કોરોના કેસ અને મરણ ના આંકડા  ની વિગત નીચે આપેલી લિંક ની મદદ થી જોવા મળશે। હાલ ભારત માં કુલ કેટલા કેસ છે અને કેટલા લોકો મૃત્યુ પામ...

Wednesday, March 18, 2020

સુરત નો ઇતિહાસ

સુરત નો ઇતિહાસ 

             સુરત એ  દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલું શહેર છે.તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારત નું નવમા ક્રમનું મોટું શહેર છે.

             વિશ્વના ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે.


મુઘલકાળનું સુરત

         ૧૬મી સદી દરમ્યાન જ્યારે મુઘલ કાળમાં ભારતની પ્રજા એકંદરે સ્થિર અને શાંત તથા પ્રગતિશીલ હતી, ત્યારે સુરત ભારતનું એક સમૃદ્ધ શહેર અને બંદર બની ગયુ હતું. ભૌગોલિક રીતે સુરત શહેર ભારતનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. તેથી મુઘલ બાદશાહ જહાંગીરે ભારતથી મક્કા તરફ હજ પઢવા જતા યાત્રીઓ માટે અહીનાં બંદરનો ખૂબ જ વિકાસ કર્યો હતો, તેમજ તેમના રોકાણ માટે શહેરમાં એક ભવ્ય ધર્મશાળા (મુઘલસરાય) બનાવી હતી. વળી દેશ-વિદેશનાં અનેક વેપારીઓ અહી વેપાર કરવા આવતાં અને તેમના ચલણ અને ભારતીય ચલણ વચ્ચે વિનીમય સ્થાપવા તે સમયે "નાણાવટ" નામનું સૌથી સમૃદ્ધ બજાર અહીં વિકસ્યું હતું. જેમાં શાહી ટંકશાળ પણ હતી, આ શાહી ટંકશાળ તેમજ શહેરની સુરક્ષા માટે સમગ્ર શહેરની ફરતે એક મજબુત અને ઊંચી દિવાલ (કોટ) બાંધવામાં આવી, જેનું નામ શેહરે પનાહ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો "નાના કોટ" તરીકે પણ ઓળખતાં હતાં. સમય જતાં શહેરનું વિસ્તરણ થયું અને તે "શેહેરે પનાહ"ની બહાર નીકળી ગયું. સુરતની સમૃદ્ધિ દિન-પ્રતિદિન વધી રહી હતી, તેથી શહેરની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઉદભવ્યો. જેથી ફરી એક વખત નવા શહેરને સુરક્ષા આપવા એક નવા કોટનું નિર્માણ થયું, જેને આલમ પનાહ નામ આપવામાં આવ્યું, જેને સ્થાનિક લોકો "મોટા કોટ" તરીકે ઓળખતાં હતાં.

બ્રિટીશકાળનું સુરત

                  ૧૬મી સદી દરમિયાન સુરતની શાખ વિશ્વભરમાં પ્રસરી ચૂકી હતી, જેથી અનેક વિદેશી પ્રજાઓ પોતાનો વેપાર  વિક્સાવવા માટે અહીં આવવા લાગી. તેમાં આરબો, ડચ ફ્રેન્ચો, પોર્ટુગીઝો અને બ્રિટીશરો મુખ્ય હતાં. ૨૪ ઓગસ્ટ ૧૬૦૦નાં રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ "હેક્ટર" સુરત બંદરે વેપાર કરવાનાં ઉદ્દેશ્યથી આવ્યું અને બાદશાહ જહાંગીર પાસે વેપાર કરવાના પરવાના માંગ્યા. પરંતુ અગાઉથી જ વેપારી કોઠી સ્થાપી ચુકેલા ફ્રેન્ચો અને પોર્ટુગીઝોએ યેનકેન રીતે તેમને અટકાવવાની કોશિશ કરી. પણ લગભગ ૧૩ વર્ષ બાદ તેમને વેપારી પરવાનો મળી ગયો અને તેમણે પાતળીયા હનુમાન ઓવારા પર પોર્ટુગીઝોની કોઠી સામે પોતાની કોઠી સ્થાપી.
હાલના ગાંધીસ્મૃતિ ભવનની સામેનાં ભાગમાં ફ્રેન્ચોએ સુરતનું પહેલુ ચર્ચ બાંધ્યુ. ડચ પ્રજાએ હાલનાં ડચ ગાર્ડનની સામે કોઠી બાંધી, જે સુરતની પહેલી વહીવટી કચેરી બની. પોર્ટુગીઝોએ આઇ.પી. મીશન સ્કુલની સામે કોઠી બાંધી, જે હાલ પારસીની વાડી તરીકે ઓળખાય છે અને બ્રિટીશરો એ પહેલું છાપખાનું, કન્યાશાળા તેમજ કુમાર શાળા બંધાવી, જે આઇ.પી. મીશન સંકુલ તરીકે ઓળખાય છે. આ ગાળા દરમ્યાન શીવાજીનાં આક્રમણો સુરત પર વધ્યાં હતાં અને તેણે અનેક વખત સુરત તેમજ "નાણાંવટ"ને લૂંટ્યું હતું. સમય જતાં લૂંટફાટ, કુદરતી આપત્તિઓને કારણે હવે સુરતની જગ્યા ધીરે-ધીરે મુંબઇ લેવા માંડ્યુ હતુ. છતાં આ સમય દરમ્યાન અહીંના સ્થાનિક વેપારીઓ તેમજ પ્રજાએ સુરતની જાહોજલાલી ટકાવવા પૂરતાં પ્રયત્નો કર્યા. જેમાં શેઠ ગોપીચંદ (કે જેમણે ગોપીપુરા અને ગોપીતળાવ વિક્સાવ્યા) અને માણેકજી વાડિયા (કે જેમણે સુરતનાં અને મુંબઇનાં જહાજવાડામાં અનેક ઐતિહાસિક જહાજો બનાવ્યાં હતાં) તથા તેમના કુટુંબે બ્રિટીશરો વતી ઇજિપ્ત પાસે નેપોલીયનની સામે અને અમેરીકાનાં સ્વાતંત્ર વિગ્રહમાં લડત આપી હતી.



No comments:

Post a Comment